તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રામવાવથી રોજીવાડા સુધીનો રસ્તો 4 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામવાવથી રોજીવાડા સુધીનો રસ્તો 4 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવીનીકરણ માટે ગ્રાન્ટ મંજુર થતા ગ્રામજનોમાં ખુશીની લહેર

રામવાવથીરોજીવાડા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોય અને રસ્તાના નવિનીકરણ માટે રજૂઆતો કર્યા બાદ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાના પ્રયાસોથી રસ્તાના નવિનીકરણ માટે રૂા. 4 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે જેના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે રામવાવ ખાતે યોજાયો હતો.

પોરબંદર તાલુકાના રામવાવથી રોજીવાડા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોય તેના નવિનીકરણ માટે સરકાર દ્વારા 4 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. રસ્તાનું ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરા, જિલ્લા પંચાયતના સદસ્ય ભુરાભાઈ કેશવાલા તેમજ નિર્મલજી ઓડેદરા, અરજનભાઈ કારાવદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાના નવિનીકરણને પગલે રામવાવ અને રોજીવાડા સહિતના ગ્રામ્યવિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. પ્રસંગે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા.

કેબીનેટ મંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો