• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાણાવાવ કુતિયાણાના ખેડૂતોનાે 70 ટકા પાક વીમો મંજુર કરાયો

રાણાવાવ-કુતિયાણાના ખેડૂતોનાે 70 ટકા પાક વીમો મંજુર કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરજિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં ગત વર્ષે મગફળી અને કપાસ સહિતના પાક ઓછા વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો, જેને લઈને ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા અને પાકવિમાની આશ લઈને બેઠા હતા. કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સરકારમાં કરેલી સફળ રજૂઆતને પગલે રાણાવાવ અને કુતિયાણા બન્ને તાલુકાનો પાકવિમો સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો જો કે કેટલા ટકા પાકવિમો મળશે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સત્તાવાર રીતે એવું જણાવ્યું હતું કે, રાણાવાવ અને કુતિયાણા બન્ને તાલુકાને 70 ટકા જેવો પાકવિમો સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. સમાચાર મળતા રાણાવાવ અને કુતિયાણા વિસ્તારના ખેડૂતોને જન્માષ્ટમીની ભેંટ મળી છે. આગામી દિવસોમાં ખેડૂતોને બેન્ક દ્વારા પાકવિમાની રકમ ચૂકવી દેવામાં આવશે. ઘણા લાંબા સમયથી ધરતીપુત્રો પાકવિમાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા અને સરકારે પાકવિમાની મંજુર કરી છે, જેને પગલે રાણાવાવ, કુતિયાણાના ખેડૂતોએ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. જન્માષ્ટમીનાં તહેવાર પર 70 ટકા પાક વીમો મંજૂર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

ધારાસભ્યએ કરેલી રજૂઆતને સફળતા મળી, ખેડૂતોમાં આનંદ

અન્ય સમાચારો પણ છે...