પોરબંદરમાં ભારે વાહનોની પ્રવેશબંધી માત્ર કાગળ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં કમલાબાગથી શહેર તરફ આવતા ભારે વાહનો માટે પ્રવેશબંધી કરાઈ હોવા છતાં અમલવારી થતી હોવાથી કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. કમલાબાગથી શહેર તરફ આવતા ભારે વાહનોના પ્રવેશ માટે છેલ્લા ઘણા સમય પહેલા જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રવેશબંધી કરવામાં આવી છે. શહેરમાં ભારે વાહનોની અવરજવરથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી શાળા-કોલેજોએ જતા વિદ્યાર્થી, સહિતના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તથા અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. બાબતે કોંગ્રેસના અગ્રણી દેવશીભાઈ પરમારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી જણાવ્યું કે, ભારે વાહનોની પ્રવેશબંધી માત્ર કાગળ પર હોવાથી તાત્કાલીક અમલવારી કરાવો અને વધતા જતા અકસ્માતના બનાવોને રોકવા તથા ટ્રાફિક પર નિયંત્રણ લાવવા ટ્રાફિક પોલીસ રાત્રીના 10 વાગ્યા સુધી પોઈન્ટ છોડે નહીં અને નિયમોની સખતપણે અમલવારી કરાય તેવી માંગ કરી હતી.

કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

અન્ય સમાચારો પણ છે...