પાલિકાએ લોકમેળાનો 3 કરોડનો વિમો લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 6 દિવસ સુધી ચોપાટી મેદાન ખાતે આયોજીત લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. ત્યારે અકસ્માતે કોઈ દુર્ઘટના સર્જાય અને કમનસીબે કોઈ મોતને ભેટે તો તેમને વળતર મળી રહે તે માટે પોરબંદર નગરપાલિકા દ્વારા 3 કરોડનો વિમો લેવામાં આવ્યો હોવાનું પાલિકાના ચીફ ઓફિસર આર.જે. હુદડે જણાવ્યું હતું. આગામી તા. 14 થી 19 ઓગષ્ટ દરમિયાન 6દિવસનો લોકમેળો યોજાશે જેમાં પોરબંદર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. 6 દિવસ સુધી મેળાની મજા માણે છે. લાખોની ભીડ એકત્રીત થતી હોય ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે માટે પાલિકા દ્વારા તમામ પગલાઓ લેવામાં આવ્યા છે તેમ છતાં જો આગ સહિતની કોઈ દુર્ઘટના સર્જાય તો અસરગ્રસ્તોને વળતર મળી રહે તે માટે પોરબંદર નગરપાલિકાએ 3 કરોડનો વિમો લીધો છે.

દુર્ઘટના સર્જાય તો અસરગ્રસ્તોને વળતર મળી રહે તે માટે

અન્ય સમાચારો પણ છે...