વરસાદી ઝાપટાને કારણે કાદવ-કિચડનું સામ્રાજ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંછેલ્લા 1 સપ્તાહથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે દિવસ પૂર્વે પોરબંદરમાં ધીમી ધારે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ દિવસ દરમિયાન સરવડા પડી રહ્યા છે. પોરબંદર શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર સુધીમાં બે થી ત્રણ વખત સરવડા પડ્યા હતા જેને પગલે શહેરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. એક તરફ જન્માષ્ટમીના તહેવાર નજીક આવી રહ્યા છે, લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વરસાદી માહોલને લઈને તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે. જો જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન મેઘરાજાએ દે ધનાધનવાળી કરી તો મુશ્કેલી સર્જાશે. હાલ તો ખાસ કરીને બિસ્માર રસ્તાઓ ઉપર સતત શ્રાવણી સરવડા પડી રહ્યા છે જેને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ કાદવ-કીચડથી ખદબદી રહ્યા છે જેને કારણે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.

પોરબંદરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શ્રાવણી સરવડા

અન્ય સમાચારો પણ છે...