• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જન્માષ્ટમીના તહેવારમાં પામોલીન તેલનું વેચાણ વધ્યું

જન્માષ્ટમીના તહેવારમાં પામોલીન તેલનું વેચાણ વધ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેવારપર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. બજારમાં સિંગતેલના ભાવમાં ગાબડા પડ્યા હોવાના કારણે ગૃહિણીઓ ખુશખુશાલ છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં 100 થી 150 રૂપીયા જેટલો ઘટાડો થયો છે. સિંગદાણાના સ્ટોક સામે ખરીદી નહીંવત થઈ હોવાથી ભાવમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે. ત્યારે પોરબંદર શહેરની સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતા 1500 રૂપીયામાં ડબ્બાનું વેચાણ થઈ રહ્યું છે તો બીજી તરફ પામોલીન તેલ સસ્તું હોવાના કારણે જન્માષ્ટમીના તહેવાર પર પામોલીન તેલનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે.

તેલની આયાતમાં વધારો થતા સિંગતેલની માંગ ઘટી

મગફળીઅને સિંગદાણાના સ્ટોક સામે ખરીદી નહીંવત થતી હોવાથી ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ વિદેશી તેલની આયાતમાં વધારો થતા સિંગતેલની માંગ પણ ઘટી છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાના ભાવમાં 100 થી 150 નો ઘટાડો થતા 1500 રૂપીયા બજારભાવ હોવાનું રાજેશભાઈ ગોંદિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...