• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વાછોડાથી ભારવાડા તરફ જતાં માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

વાછોડાથી ભારવાડા તરફ જતાં માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાવાછોડાથી ભારવાડા તરફ જતા માર્ગનું ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું, રસ્તાનું 95 લાખના ખર્ચે નવિનીકરણ કરાશે.

પોરબંદર તાલુકાના વાછોડાથી ભારવાડા તરફ જતો અતિ બિસ્માર રસ્તો હોવાને કારણે માર્ગે લોકોને અવરજવર કરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. બાબતે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે રોડના નવિનીકરણ માટે મંજુરી મળતા રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડના નવિનીકરણથી વિદ્યાર્થીઓ તથા વાહનચાલકોને પસાર થવામાં રાહત થશે. પોરબંદરના વાછોડાથી ભારવાડા તરફ જતા માર્ગનું 95 લાખના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, રાણીબેન કેશવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

95 લાખના ખર્ચે રસ્તાનું નવિનીકરણ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...