વિદ્યાર્થીઓના ભોજન માટે કરાય છે 8.75 લાખનો ખર્ચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં કુમાર-કન્યા છાત્રાલયનાં

પોરબંદરશહેરમાં કુમાર અને કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓના ભોજન માટે 8.75 લાખનો વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે, અહીં આર્થિક સ્થિતિને ધ્યાને લઈ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. મધ્યમ અને ગરીબવર્ગના વિદ્યાર્થીઓને રહેવા અને ભોજનની સુવિધા મળી રહે માટે 160 જેટલા વિદ્યાર્થીઓ પાછળ સરકાર દ્વારા 8.75 લાખનો વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે. શહેરમાં આવેલ સાન્દીપનિ આશ્રમ પાછળ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય અને બ્રાહ્મણ સોસાયટીના માર્ગ પર આવેલ કસ્તુરબા કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને રહેવા અને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં કુમારોને 50 ની મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાય છે અને કન્યાઓને 110 ની મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે. આર્થિક પરિસ્થતિને ધ્યાને લઈ મેરીટના આધારે વિદ્યાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ અપાતો હોવાનું સમાજ કલ્યાણ અધિકારી પી.એ. ડોબરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...