• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં LPG ગેસનો સુરક્ષિત ઉપયોગ કેમ કરવો ? તે સંદર્ભે માર્ગદર્શન સેમીનાર

પોરબંદરમાં LPG ગેસનો સુરક્ષિત ઉપયોગ કેમ કરવો ? તે સંદર્ભે માર્ગદર્શન સેમીનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વી.જે. મોઢા કોલેજ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિડીયો વિઝ્યુઅલથી માહિતી અપાઈ

પોરબંદરનીવી.જે. મોઢા કોલેજ ખાતે એલ.પી.જી. ગેસનો સુરક્ષિત ઉપયોગ કેમ કરવો તે સંદર્ભે સુરેશભાઈ ડોબરીયા દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓે ઓડીયો-વિઝ્યુલ દ્વારા માહિતી આપેલી હતી. તેમજ એલ.પી.જી. ગેસ બચત અને સુરક્ષા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓને એલ.પી.જી. ગેસની બચત અને સુરક્ષા અંગેના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા જેના સુરેશભાઈ ડોબરીયાએ યોગ્ય પ્રત્યુતર આપ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરાએ પણ માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. કાર્યક્રમના અંતમાં કોલેજની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તકે કોલેજના પ્રમુખ વલ્લભભાઈ મોઢા, ટ્રસ્ટીમંડળના સભ્યો નરેન્દ્રસિંહ ગોહિલ, રમેશભાઈ મોઢા, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ થાનકી, રવિભાઈ થાનકી તેમજ સંસ્થાના પ્રિન્સીપાલ પરેશભાઈ સવજાણી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...