જિલ્લામાં મુંડાથી પાક નિષ્ફળ : વળતરની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષેમગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધ્યો છે જેથી ખેતરો ખાલીખમ થવા લાગ્યા છે. જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ મુંડાના ઉપદ્રવને કારણે પાક નિષ્ફળ ગયો છે જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ મગફળીના પાકમાં મુંડાના ઉપદ્રવને કારણે પાકને મોટું નુકસાન પહોંચાડતા ખેડૂતોએ મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું છે. જેથી થોડોઘણો રહેતો મગફળીનો પાક બચી શકે તેમ છતાં રોગને કાબુમાં લઈ શકાયો નથી અને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોના પાકનું નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવાની માંગણી પોરબંદર જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ ઉષાબેન કેશુભાઈ સીડાએ કરી છે.

સિંચાઈ સમિતીના અધ્યક્ષની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...