જિલ્લામાં ફરી કેરોસીનના ભાવો નક્કી કરવામાં આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાજુદા-જુદા કેન્દ્રો માટે કેરોસીનના જથ્થાબંધ તથા છૂટક વિક્રેતાઓ માટે કેરોસીનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં વાડીનાર-એસ્સાર ટર્મીનલ ઉપરથી રોડ રસ્તે આવતા કેરોસીનના વિતરણોના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કેરોસીનનો 1 લીટર છૂટક વેચાણ ભાવ પોરબંદર તાલુકાનો 16-45, રાણાવાવ તાલુકાનો 16-50 તેમજ કુતિયાણા તાલુકા માટે 16-65 રૂપીયા નક્કી કરવામાં આવ્યા છે.

એજન્ટ, છુટક વિક્રેતાઓ દ્વારા નક્કી કરેલ ભાવોથી વધુ ભાવ લેવામાં આવતા હોવાનું ધ્યાને આવશે તો હુકમના ભંગ બદલ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ 1955 ની કલમ-3 નો ભંગ ગણી શિક્ષાત્મક પગલાઓ લેવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ એક યાદીમાં જણાવાયું છે.

વધુ ભાવ લેનાર સામે શિક્ષાત્મક પગલા લેવાશે

અન્ય સમાચારો પણ છે...