તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ બની બિમારીઓનું ઘર : રામદેવ મોઢવાડીયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ બની બિમારીઓનું ઘર : રામદેવ મોઢવાડીયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ગંદકીનો ઉપદ્રવ વધ્યો છે અને ટોયલેટની સફાઈ કરવામાં આવતા દર્દીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મચ્છરોના મોટાપ્રમાણમાં ઉપદ્રવ વધતા હોસ્પિટલ બિમારીનું ઘર બની હોવાનું રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું અને નાના કર્મચારી, સ્વીપર સહિતના પગારમાં મોટાપાયે શોષણ થતું હોવાની રજૂઆત સિવિલ સર્જનને કરી હતી.

પોરબંદર જિલ્લાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ગંદકી સફાઈમાં અનિયમિતતા, દવાનો અભાવ, તબીબ દ્વારા કાળજીપૂર્વક દર્દીઓની તપાસ થતાં કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સરકારી હોસ્પિટલમાં ટોયલેટની પણ સફાઈ કરવામાં આવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે કોઈ પ્રકારની કાળજી લેવામાં આવતા હોસ્પિટલ બિમારીનું ઘર બની હોવાનું રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું. દવાનો અપૂરતો જથ્થો, તબીબ દ્વારા દર્દીઓની યોગ્ય તપાસ કરતા તથા ટોયલેટ સફાઈના અભાવથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તમામ બાબતે કોંગ્રેસના આગેવાનો દ્વારા સિવિલ સર્જનને રજૂઆત કરવામાં આવી હતી.

સ્વીપરના પગારમાં મોટાપાયે થાય છે શોષણ |કોંગ્રેસના અગ્રણીરામદેવભાઈ મોઢવાડીયાએ હોસ્પિટલની અયોગ્ય સફાઈને લઈને માહિતી મેળવી હતી ત્યારે હોસ્પિટલમાં સ્વીપર પાસે અન્ય વધારાના કામો કરાવવામાં આવે છે ઉપરાંત મોટાપાયે સ્વીપરના પગારમાં શોષણ થાય છે તેવું બહાર આવ્યું હતું. તસ્વીર- કે. કે. સામાણી

સિવીલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાને પણ મુશ્કેલી વેઠવી પડે

સરકારીહોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે સગર્ભા મહિલાઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તબીબો દ્વારા સરકારી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી અને લાંબા સમય સુધી સગર્ભા મહિલાઓને પણ સારવાર માટે કતારમાં ઉભવું પડે છે.

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયાએ મુલાકાત લીધી તે દરમિયાન ડ્રેસીંગ રૂમમાં એક દર્દી જાતે ડ્રેસીંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત બે મહિનાથી પટ્ટાવાળા પોતાની કામગીરી કરવાના બદલે દર્દીઓને ડ્રેસીંગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

સરકારી હોસ્પિટલનાં દર્દીઓ જાતે ડ્રેસીંગ કરે છે

મચ્છરનો ઉપદ્રવ, સફાઈનો અભાવ, દવાના જથ્થામાં ઘટાડા મુદ્દે રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો