તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાના દરિયામાં કોસ્ટગાર્ડનું રેસક્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાથીદૂર દરિયામાં એક કાર્ગો શીપનો ક્રુ મેમ્બર અકસ્માતે ઈજાગ્રસ્ત બન્યો હતો તેને તાત્કાલીક સારવાર જરૂરી હોય આથી કોસ્ટગાર્ડનો સંપર્ક સાધતો કોસ્ટગાર્ડની એક શીપ તાત્કાલીક મદદે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત ક્રુ મેમ્બરને સારવાર માટે ઓખા લાવવામાં આવ્યો હતો.

અંગેની પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાથી દૂર દરિયામાં ફિલીપાઈન્સની એક કાર્ગો શીપ પસાર થઈ રહી હતી તે દરમિયાન શીપનો એક ક્રુ મેમ્બર ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેમને તાત્કાલીક સારવારની જરૂર હોય આથી શીપના કેપ્ટને ઓખા કોસ્ટગાર્ડની મદદ માંગતા ઓખા કોસ્ટગાર્ડની શીપ ચાર્લી 411 મદદે દોડી ગઈ હતી. શીપમાં ક્રુ મેમ્બરને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઓખા ખાતે ખસેડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દ્વારકા નજીક દરીયામાં કાર્ગોશીપનો ક્રુ મેમ્બર ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલીક સારવાર માટે જાણ કરવામાં આવતા કોસ્ટગાર્ડની ચાર્લી 411 નામની શીપ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

શીપ ચાર્લી 411 મદદે ગઇ, ઈજાગ્રસ્ત ઓખા સારવારમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો