તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં 35 જિલ્લા, 180 ખેલાડી, 70 જેટલા કોચે ભાગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં 35 જિલ્લા, 180 ખેલાડી, 70 જેટલા કોચે ભાગ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુસ્તીવૈશ્વીક કક્ષાથી આગવી ઓળખ ધરાવતી રમત છે ત્યારે દેશ-વિદેશમાં કુસ્તીનું મહત્વ દિવસને દિવસે વધવા લાગ્યું છે. કુસ્તીની રમત દ્વારા ખેલાડીઓ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે ઉપરાંત દેશ-વિદેશોમાં કુસ્તીના ખેલાડીઓ સારી એવી આવક પણ મેળવે છે અને ગુજરાતના ખેલાડીઓ રમતમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં ભાગ લેવો દરેક ખેલાડીઓ માટે ગૌરવની બાબત છે ત્યારે પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય અન્ડર-14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા યોજાઈ રહેલ કુસ્તી સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધામાં 35 જિલ્લાના 180 ખેલાડીઓ તથા 70 કોચ કમ મેનેજર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાની શાળાકીય અન્ડર-14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ત્રિવેદી, પુંજાભાઈ ઓડેદરા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં આગેવાનોએ દીપપ્રાગટ્ય કરી સ્પર્ધાનો આરંભ કરાવ્યો. તસ્વીર- કે. કે. સામાણી

કુસ્તી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ગુજરાતનાં યુવાઓને આહવાન

પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે અન્ડર-14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો