તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ભેંસાણમાં યુવાને બેકારીથી કંટાળી જીવન ટૂંકાવી લીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણમાં યુવાને બેકારીથી કંટાળી જીવન ટૂંકાવી લીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભેંસાણ, વંથલી

ભેંસાણમાંયુવાને બેકારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. જયારે વંથલીનાં કોયલી ગામની સીમમાં આદિવાસી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બંને ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ભેંસાણનાં જીન પ્લોટ વિસ્તારમાં પાછળનાં ભાગે રહેતા દલિત યુવાન સંજય કાળાભાઇ પરમાર (ઉ.વ.20)ને કોઇ કામધંધો મળતો હોય જેથી બેકારીથી કંટાળી જઇ શુક્રવારે સવારે ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે. મૃતક મુળ ગુજરીયા ગામનો વતની હોવાનું જાણવા મળે છે. બનાવમાં પીએસઆઇ ગઢવીએ કાર્યવાહી કરી હતી. જયારે વંથલીનાં કોયલી ગામની સીમમાં મુળ મધ્યપ્રદેશનાં આદિવાસી યુવાન ભદુ મોકલોભાઇ રાઠવા (ઉ.વ.25)એ શુક્રવારે સવારે 9 વાગ્યા પહેલા કોઇપણ સમયે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. આદિવાસી યુવાનનાં અગમ્ય કારણોસર આપઘાતનાં પગલાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. બનાવમાં હે.કો. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.

દરિયામાં દોરડું છટકતાં માછીમારે જીવ ગુમાવ્યો

પોરબંદર: મુળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાંફણી ગામે રહેતો નાનુભાઈ ગીગાભાઈ વાળા પોરબંદરની એક બોટમાં માછીમારી તરીકે કામ કરવા આવ્યો હતો અને દરિયામાં માછીમારી કરવા દરિયામાં ગયેલ ત્યારે 35 નોટીકલ વામ દૂર દરિયામાં બોટનું દોરડું હાથમાંથી છટકી જતાં દરિયામાં પડી ગયો હતો અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવને લઈને માછીમારોમાં ગમગીની છવાઈ ગઈ છે.

વંથલી નાં કોયલી ગામે યુવાનનો આપઘાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો