તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં બે દિવસમાં ડેન્ગ્યુના વધુ 4 કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો હોય, જેને કારણે મેલેરીયા અને ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. પોરબંદર શહેરમાં વધુ 4 ડેન્ગ્યુના કેસ સામે આવતા તેમને સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુના વધુ 4 કેસો નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ડી.ડી.ટી. નો છંટકાવ કરવામાં આવતો નથી તેમજ ગંદકીવાળા વિસ્તારમાં દવાનો સ્પ્રે કરાતો હોવાથી માખી-મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે જેથી મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઉંચક્યું છે. અગાઉ પણ 7 જેટલા બાળકોને ડેન્ગ્યુની અસર થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં વધુ 4 બાળકોને ડેન્ગ્યુની અસર થતાં તેમને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

અગાઉ પણ 7 બાળકોને ડેન્ગ્યુની અસર થઈ હતી : જવાબદાર તંત્ર ક્યારે જાગશે ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો