તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ વિસર્જનમાં માનવસાગર ઘુઘવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંગણેશચતુર્થીના દિવસથી ગણેશોત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો હતો. શહેરના મોટાભાગના રસ્તાઓમાં ગણેશજીની વિવિધ મુદ્રાવાળી મૂર્તિની સ્થાપના કર્યા બાદ 5દિવસ સુધી પૂજા-અર્ચના તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિઘ્નહર્તાની આરાધનામાં સુદામાનગરી લીન બની હતી. આજે પાંચમાં દિવસે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ગજાનનની સવારી બેન્ડ-બાજા, ડી.જે. અને ઢોલ-નગારા સાથે નીકળી હતી. અબીલ-ગુલાલની છોળો, દાંડીયારાસની રમઝટ અને ગણપત્તી બાપા મોરીયાના નાદ ગાજી ઉઠ્યા હતા. ગણેશવિસર્જન માટે ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચોપાટી ખાતે ગણેશજીની મૂર્તિ સમક્ષ ધૂપ-દીપ કર્યા બાદ દરિયામાં મૂર્તિનું વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો