તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતી ચોરીના 4 ટ્રેક્ટર ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ગેરકાયદેસર રીતે ખાણ ખનિજ ચોરી થઈ રહી છે. જિલ્લાભરમાં થતી ગેરકાયદેસર ખનિજચોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસવડા દ્વારા એન્ટી ઈલ્લીગલ માઈનીંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જેમાં પી.એસ.આઈ. વી.એન. આહીર સહિતનો સ્ટાફ રાત્રી પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઈશ્વરીયા ગામેથી પસાર થતાં અને રાણા રોજીવાડા જતાં ગેરકાયદેસર રીતે રેતી ભરેલ 4 ટ્રેક્ટરને પોલીસે ઈશ્વરીયા ગામે જપ્ત કર્યા હતા. ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટરોને કબ્જે કરી પેટ્રોલીંગ દરમિયાન પી.એસ.આઈ. વી.એન. આહીર, અમિત અગ્રાવત, કેશુ ગોરાણીયા, હરેશભાઈ, મહેબુબખાન વગેરે બગવદર પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને ઝડપાયેલ ચારેય ટ્રેક્ટરોની જાણ ખાણ ખનિજ વિભાગને કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો