તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RDX આરોપી દાદલીમીંયાના વધુ 7 દિવસના રીમાન્ડ મંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોસાબારાઆર.ડી.એક્સ. અને હથીયાર લેન્ડીંગ કેસમાં સંડોવાયેલા મમુમીંયા પંજુમીંયાના ભાઈ જુસબમીંયા ઈસ્માઈલમીંયા બુખારી ઉર્ફે દાદલીમીંયા છેલ્લા 22 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. અંતે પોલીસે દાદલીમીંયાને મુંબઈના તેમની સાળીના ફ્લેટમાંથી દાદલીમીંયાને ઝડપી લીધો હતો. પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ 14 દિવસની રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દાદલીમીંયાને રજૂ કર્યો હતો. બન્ને પક્ષોના વકિલોની દલીલો સાંભળીને કોર્ટે તા. 9 સપ્ટેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. 3 દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસે હથીયાર અને આર.ડી.એક્સ. લેન્ડીંગને લઈને પુછપરછ કરી હતી ઉપરાંત દાદલીમીંયાને ધોરાજી ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો. આજે રીમાન્ડ પૂર્ણ થતાં હોય ત્યારે પોલીસે વધુ 16 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી જેમાં દાદલીમીંયાએ દુબઈ જવા માટે જે પાસપોર્ટ બનાવ્યો છે તેની વિગતો તેમજ તેની પાસેથી મળી આવેલી મોબાઈલની વિગતો અને મમુમીંયાને અન્ય રાજ્યોમાં તપાસઅર્થે લઈ જવાનો હોય તે સહિતના મુદ્દાઓ રજૂ કરતાં અદાલતે તા. 17 સપ્ટેમ્બર સુધીના એટલે કે 7 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

તપાસઅર્થે અન્ય રાજ્યોમાં લઈ જવાનો રહેશે તે સહિતના મુદ્દાઓ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો