• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાં 34,305 ગેસ કનેક્શન આપવાના લક્ષ્યાંક સામે માત્ર 11,747 કનેક્શન અપાયા

જિલ્લામાં 34,305 ગેસ કનેક્શન આપવાના લક્ષ્યાંક સામે માત્ર 11,747 કનેક્શન અપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને ખૂબ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ થઈ રહેલ કામગીરીને કારણે જિલ્લામાં 34,305 ગેસ કનેક્શન આપવાના લક્ષ્યાંક સામે માત્ર 11,747 કનેક્શન અપાયા છે ત્યારે બાકી રહેલ 22,558 કનેક્શનો માત્ર 2 માસમાં તંત્ર આપી શકશે તેવો સવાલ ઉઠ્યો હતો. એસ.ઈ.સી.સી. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે બી.પી.એલ. ની યાદીમાં આવતા પરિવારની મહિલાઓને ડીપોઝીટમુક્ત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. જેમાં વસ્તી ગણતરી મુજબ બી.પી.એલ. પરિવારોની મહિલાઓની વિગતને ધ્યાને લઈ સપ્ટેમ્બર 2017 ના એન્ડ સુધીમાં 34,305 પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ હાલ જવાબદાર તંત્ર દ્વારા લાભાર્થીને માત્ર 11,747 કનેક્શન આપવામાં આવ્યા છે. જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 11 જેટલી ગેસ એજન્સીઓ કાર્યરત હોવા છતાં જિલ્લામાં ખૂબ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ગોકળગાયની ગતિએ ચાલી રહેલ તંત્ર માત્ર 2 મહિનામાં બાકી રહેલ 22,558 કનેક્શન આપી શકશે ?

કેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ અપાયો

પોરબંદરજિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ડીપોઝીટ મુક્ત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે જેમાં પોરબંદર તાલુકામાં 7732, રાણાવાવ તાલુકામાં 2236, કુતિયાણા તાલુકામાં 1779 ગેસ કનેક્શનો અપાયા છે.

કનેક્શનનોલાભ લેવા જરૂરી આધારો

પ્રધાનમંત્રીગેસ ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શનની યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને પાસપોર્ટ ફોટા, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, બેન્ક પાસબુક, રેશન કાર્ડ સહિતના આધારો રજુ કરવા પડે છે ત્યારે જિલ્લાભરમાં કુતિયાણા, રાણાવાવ, માધવપુર, ઓડદર, બગવદર, બળેજ સહિત 11 જેટલી ગેસ એજન્સી કાર્યરત છે.

ગોકળગાયની ગતિએ ચાલતું તંત્ર 2 માસમાં 22,558 કનેક્શન આપી શકશે ? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો નબળો પ્રતિસાદ

અન્ય સમાચારો પણ છે...