• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં જે.સી.આઈ. દ્વારા તા. 6 ઓગષ્ટ ના ગાયનસ્પર્ધા યોજાશે

પોરબંદરમાં જે.સી.આઈ. દ્વારા તા. 6 ઓગષ્ટ ના ગાયનસ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |સુદામાનગરીમાં સંગીત પ્રેમીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાના પ્રયાસરૂપે જે.સી.આઈ. દ્વારા વોઈસ ઓફ પોરબંદર ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી વ્યક્તિત્વ વિકાસના અનેક પ્રકારના કાર્યક્રમો તથા વ્યક્તિમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવી યોગ્ય સ્ટેજ પૂરૂ પાડી તેની કલાને પ્રોત્સાહિત કરવા માટે જે.સી.આઈ. દ્વારા અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક વાર બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં રહેલી સંગીત શક્તિને બહાર લાવી પ્રોત્સાહિત કરવા વોઈસ ઓફ પોરબંદર સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું છે. આગામી તા. 6 ઓગષ્ટના રવિવારે સાંજે 6:30 વાગ્યે બિરલા હોલ ખાતે સ્પર્ધા યોજાશે જેમાં 15 વર્ષથી ઉપરના લોકો સીનીયર વિભાગમાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ તા. 4 ઓગષ્ટના સાંજ સુધીમાં નામ નોંધાવવા જે.સી.આઈ. ના પ્રમુખ કલ્પેશભાઈ અમલાણીએ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...