• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલના પટાંગણમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું

પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલના પટાંગણમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલી રૂપાળીબા લેડી હોસ્પિટલના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા છે તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને સાજા થવાને બદલે માંદા પડે તેવી દશા જોવા મળી રહી છે.

પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદને લઈને ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને શહેરના જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી જોવા મળ્યું છે. તો વરસાદી પાણીને લઈને રોગચાળો ફેલાય તે માટે તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરી દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે અને પાણીનો નિકાલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ શહેરની રૂપાળી બા લેડી હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલના પટાંગણમાં વરસાદી પાણી તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કે વરસાદી પાણીને લઈને મચ્છરોના ઉપદ્રવમાં વધારો થાય છે અને રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહે છે જેને કારણે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ સાજા થવાને બદલે માંદા પડે તેવી દશા જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા હોસ્પિટલમાં યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

દર્દીઓ સારવાર લેવા આવે તે પણ માંદા પડે તેવી દશા : હોસ્પિટલમાં પુરૂષોના શૌચાલયની કોઈ વ્યવસ્થા નહીં

અન્ય સમાચારો પણ છે...