ક્રાઈમ રીપોર્ટર. પોરબંદર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર. પોરબંદર

કુતિયાણાનાટીંબીનેશમાં વિદેશી દારૂની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી બે શખ્સો પાસેથી વિદેશી દારૂની બોટલ ઝડપી લઈ કુલ રૂા. 3600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, કુતિયાણાના ટીંબીનેશમાં રહેતો ગોવિંદ સાઝ ગળચર અને જામજોધપુર તાલુકાના સુખપુર ગામે રહેતો રાજુ નારણ રબારી પાસે વિદેશી દારૂની બોટલોની બાતમીના આધારે પોલીસે બન્ને શખ્સોને ટીંબીનેશમાંથી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 12, કિં. રૂા. 3600 મળી આવતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટીંબીનેસમાંથી દારૂની બોટલો સાથે બે ઝબ્બે

અન્ય સમાચારો પણ છે...