• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • લોકમેળાના ગ્રાઉન્ડમાં જકાદવ કીચડ, ચકડોળ ભરેલો ટ્રક ખૂંપ્યો

લોકમેળાના ગ્રાઉન્ડમાં જકાદવ - કીચડ, ચકડોળ ભરેલો ટ્રક ખૂંપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં સતત પડી રહેલા વરસાદને કારણે શહેરમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને શહેરીજનો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને રસ્તાઓ બેસી જવાની ઘટના પણ સામે આવી છે. બે દિવસ પૂર્વે ગોપનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતો એક ટ્રક ભૂગર્ભગટરના ખાડામાં ખૂંપી ગયો હતો ત્યારે આજે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે ચકડોળ ભરીને આવેલો એક મોટો ટ્રક જમીનમાં ખૂપી જતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. અંતે જે.સી.બી. ની મદદથી ટ્રકને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ચોપાટી મેદાનમાં પણ વાહનો ખૂંપી જવાની ઘટના બની રહી છે ત્યારે લોકમેળામાં જે ચકડોળો ફીટ કરવામાં આવી રહી છે તેની પણ ચકાસણી કરવામાં આવે નહીંતર મોટી દુર્ઘટનાનો પણ ભય સેવાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા અંગે તકેદારીના પગલા લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

જે.સી.બી. ની મદદથી મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...