તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે, અપૂરતા મહેકમને લઈને પણ મોંકાણ

પાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે, અપૂરતા મહેકમને લઈને પણ મોંકાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની નગરપાલિકામાં 317 કર્મચારીઓની જગ્યા ખાલી પડી છે

પોરબંદરશહેરમાં આવેલી નગરપાલિકામાં શહેરના વિકાસ માટેની વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે નગરપાલિકામાં હાલ ભરેલી 325 જગ્યાઓ ખાલી છે જેની સામે 317 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે જેને કારણે લોકોના પૂરતા કામ થતા હોવાની ફરિયાદો ઉઠી છે.

અપૂરતા મહેકમને લઈને હાલના કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધ્યું છે, જો કે હાલ જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓને પણ નિયમિત પગાર મળતો નથી. તો બીજી તરફ સરકાર દ્વારા કર્મચારીઓની કાયમી નિમણુંક કરવામાં આવતી નથી જેને કારણે પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

રાજ્યમાં આવેલી નગરપાલિકામાં શહેરના વિકાસના કામો હાથ ધરવામાં આવતા હોય છે જેમાં અલગ-અલગ વિભાગોની કામગીરી સોંપવામાં આવે છે

જેમાં પોરબંદર નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ, એકાઉન્ટ વિભાગ, વોટર વર્ક્સ, ફાયરબ્રિગેડ, હાઉસટેક્સ વિભાગ, ફૂડ વિભાગ, હેલ્થવિભાગ, વહીવટી વિભાગસહિતના વિભાગો આવેલા છે. જેમાં લોકોને પોતાના કામની સંતુષ્ટી મળી રહે તે માટે કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે છે જેમાં હાલ કુલ 325 જેટલા કર્મચારીઓની ભરતી કરેલી છે ત્યારે તેની સામે નગરપાલિકામાં વર્ગ-1 ની 0, વર્ગ-2 ની 2, વર્ગ-3 ની 140 અને વર્ગ-4 ની 175 સહિતની કુલ 317 જેટલી જગ્યાઓ ખાલી છે.

જેને કારણે નગરપાલિકામાં લોકોના કામ પડતર રહે છે અને લોકોને હાલાકીનો સામનો વેઠવો પડે છે ત્યારે નગરપાલિકામાં અપૂરતા સ્ટાફને લઈને કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધતું જતું હોય છે તો તંત્ર દ્વારા નગરપાલિકામાં પૂરતા સ્ટાફ ભરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...