તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે પરંતુ અપૂરતા મહેકમને લઈને પણ મોંકાણ

પોરબંદર નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે પરંતુ અપૂરતા મહેકમને લઈને પણ મોંકાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ગ-1 ની 0, વર્ગ-2 ની 2, વર્ગ-3 ની 140 અને વર્ગ-4 ની 175 સહિતની 317 જગ્યાઓ ખાલી : અપુરતા સ્ટાફે કામગીરીને અસર

પોરબંદર પાલિકામાં 317કર્મચારીઓની જગ્યા ખાલી

પોરબંદરશહેરમાં આવેલી નગરપાલિકામાં શહેરના વિકાસ માટેની વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે નગરપાલિકામાં હાલ ભરેલી 325 જગ્યાઓ ખાલી છે જેની સામે 317 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે જેને કારણે લોકોના પૂરતા કામ થતા હોવાની ફરિયાદો ઉઠી છે. અપૂરતા મહેકમને લઈને હાલના કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધ્યું છે, જો કે હાલ જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓને પણ નિયમિત પગાર મળતો નથી. તો બીજી તરફ સરકાર દ્વારા કર્મચારીઓની કાયમી નિમણુંક કરવામાં આવતી નથી જેને કારણે પરિસ્થિતીનું નિર્માણ થયું છે. નગર પાલિકામાં અપુરતા સ્ટાફને કારણે વહીવટી કામગીરીમાં ભારે અડચણ ઉભી થાય છે. નિયત સમય મર્યાદામાં વહિવટી કામો પુર્ણ થતાં નથી. અરજદારોને પોતાનાં કામ માટે અનેક ધક્કાઓ ખાવા પડે છે.

રાજ્યમાં આવેલી નગરપાલિકામાં શહેરના વિકાસના કામો હાથ ધરવામાં આવતા હોય છે જેમાં અલગ-અલગ વિભાગોની કામગીરી સોંપવામાં આવે છે જેમાં પોરબંદર નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ, એકાઉન્ટ વિભાગ, વોટર વર્ક્સ, ફાયરબ્રિગેડ, હાઉસટેક્સ વિભાગ, ફૂડ વિભાગ, હેલ્થવિભાગ, વહીવટી વિભાગસહિતના વિભાગો આવેલા છે. જેમાં લોકોને પોતાના કામની સંતુષ્ટી મળી રહે તે માટે કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે છે જેમાં હાલ કુલ 325 જેટલા કર્મચારીઓની ભરતી કરેલી છે ત્યારે તેની સામે નગરપાલિકામાં વર્ગ-1 ની 0, વર્ગ-2 ની 2, વર્ગ-3 ની 140 અને વર્ગ-4 ની 175 સહિતની કુલ 317 જેટલી જગ્યાઓ ખાલી છે. જેને કારણે નગરપાલિકામાં લોકોના કામ પડતર રહે છે અને લોકોને હાલાકીનો સામનો વેઠવો પડે છે ત્યારે નગરપાલિકામાં અપૂરતા સ્ટાફને લઈને કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધતું જતું હોય છે તો તંત્ર દ્વારા નગરપાલિકામાં પૂરતા સ્ટાફ ભરવા માંગ કરી છે.

સરકાર દ્વારા ફિક્સ પગાર કર્યા બાદ ભરતી કરવાની મનાઈ પોરબંદરનગરપાલિકામાંથી જાણવા મળેલી વિગત અનુસાર સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કર્મચારીઓનો ફિક્સ પગાર કરવામાં આવ્યો છે જેને લઈને હાલ નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યા ભરવા પર મનાઈનો હૂકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...