• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મિંયાણીમાં પ્રા.શાળાનાં બાળકોને કેફી દ્રવ્યોથી થતાં રોગની માહિતી અપાઇ

મિંયાણીમાં પ્રા.શાળાનાં બાળકોને કેફી દ્રવ્યોથી થતાં રોગની માહિતી અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા મીયાણી પ્રાથમિક શાળામાં મરીન પોલીસ સ્ટેશન દ્વારા નશાબંધી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા કેફી દ્રવ્યોના સેવનથી થતી બિમારીઓ વિશે વિડીયો દ્વારા ડેમો બતાવી માહિતગાર કરાયા હતા.

મીયાણી પ્રાથમિક શાળામાં મરીન પોલીસસ્ટેશનના પી.આઈ. ભરવાડ સહિતના પોલીસસ્ટાફ દ્વારા નશાબંધી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો અને શિક્ષકોને વિવિધ પ્રકારના કેફી દ્રવ્યોના સેવનથી થતી બિમારીઓ વિશે સમજાવી અંગેનો એક વીડીયો પણ બતાવવામાં આવ્યો હતો, તેમજ બાળકો અને તેમના વાલીઓને નશાથી થતા ગંભીર પરીણામો વિશે અવગત કરાયા હતા. બાળકોનું ભાવિ ઉજ્જવળ બને તે માટે નશો કરતા વાલીઓને નશો નહીં કરવા અંગે સમજાવવામાં આવ્યા હતા.

સેમિનારમાં બાળકોને વિડીયો બતાવવામાં આવ્યો. તસ્વીર: રામ મોઢવાડીયા

મરીન પોલીસ દ્વારા બાળકોને વિડીયો બતાવી નશાબંધી સેમિનારનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...