પોરબંદરમાં કેસર કેરીનું આગમન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંછેલ્લા 1 સપ્તાહથી તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીની દરરોજ 50 જેટલા બોક્સની આવક ચાલુ થઈ છે, ત્યારે શહેરની બજારોમાં રૂપીયા 60 થી 100 ના ભાવે કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે. પોરબંદરની બજારોમાં ચૈત્ર માસની શરૂઆત થતા કેસર કેરીની આવક ચાલુ થઈ ગઈ છે ત્યારે ચાલુ વર્ષે દર વર્ષથી 15 દિવસ વહેલી તાલાળા ગીરની કેસર કેરીની આવક ચાલુ થઈ છે. છેલ્લા 1 સપ્તાહથી પોરબંદર શહેરની બજારોમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી વેચાઈ રહી છે. હાલ તાલાલાગીરથી દરરોજ 50 જેટલા કેસર કેરીના બોક્સની આવક થાય છે ત્યારે બજારોમાં 60 થી 100 રૂપીયા કિલોના ભાવે લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.

પોરબંદર શહેરની બજારમાં કેસર કેરીનું વેચાણ કરતા વેપારી શંકરભાઈ કેશુભાઈ ચોકવાણાએ એવું જણાવ્યું હતું કે, કેસર કેરીની 15 દિવસ વહેલી આવક થઈ છે ત્યારે છેલ્લા 20 દિવસથી બેંગ્લોરની પ્રખ્યાત લાલબાગ અને હાફૂસ કેરીની આવક થતા લોકો કેરીની ખરીદી કરી રહ્યા છે.

લાલબાગ કેરી -30 થી 40 રૂપીયા, હાફૂસ- 80 થી 100 રૂપીયા, કેસર -60 થી 100 રૂપીયા

20 દિવસથી બેંગ્લોરની પ્રખ્યાત લાલબાગ અને હાફૂસ કેરીની આવક

તાલાલા ગીરથી દરરોજ 50 બોક્ષની આવક, 60 થી 100 ના ભાવે વેચાણ થઈ રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...