તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં છાયાની પરિણીતાને સાસરીયાઓએ માર મારી, ધમકી

પોરબંદરનાં છાયાની પરિણીતાને સાસરીયાઓએ માર મારી, ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાઇ

પોરબંદરનાછાયા નવાપરા વિસ્તારમાં રહેતી પરીણિતાને તેમના સાસરીયાઓ દ્વારા લગ્નના છેલ્લા 5 માસથી શારીરિક-માનસિક ત્રાસ આપી ઢીકા-પાટુનો માર મારી માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતા મહિલાએ સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા મનિષાબેન યોગેશભાઈ વિકમા નામની મહિલાના લગ્ન યોગેશ ભીખુ વિકમા સાથે થયા હતા પરંતુ લગ્નના છેલ્લા પાંચેક માસથી પતિ યોગેશ, સસરા ભીખુ વિકમા અને તેમની સાસુ દ્વારા યેનકેન પ્રકારે શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપતા અને સાસુ-સસરાની ચડામણથી પતિ યોગેશએ તા. 27/5/17 ના રોજ મહિલાને લગ્નપ્રસંગે આવવાનું કહી ભૂંડી ગાળો બોલી ઢીકા-પાટુનો માર મારી તેમને અને તેમના પુત્ર વિહાનને મારી નાખવાની ધમકી આપી હતી અને દહેજની માંગ કરી હતી. આથી પરીણિતાએ સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...