તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કસ્તુરબા કિડ્ઝ ક્લબ દ્વારા છાત્રોનું સન્માન કરાયું

કસ્તુરબા કિડ્ઝ ક્લબ દ્વારા છાત્રોનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાત્રોને પ્રોત્સાહન મળે તો તે સફળતાપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરે છે

સોશ્યલ મિડીયાનાં વધુ પડતાં ઉપયોગથી જીવંત સંપર્ક ખોરવાયો

તાજેતરમાંબોર્ડના પરિક્ષાના પરિણામો જાહેર થયા બાદ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. કસ્તુરબા કિડ્ઝ ક્લબ દ્વારા શારદા નંદલાલ શાહ કલ્યાણનિધિ તથા હેમા કારીયા સ્મૃતિ ટ્રસ્ટના સૌજન્યથી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડો. સુરેખાબેન શાહ, નીતાબેન વોરા સહિતના મહિલા અગ્રણીઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તકે સુરેખાબેન શાહે એવું જણાવ્યું હતું કે, વ્યક્તિ-વ્યક્તિઓ વચ્ચેના જીવંત સંપર્ક જળવાઈ રહે તે માટે પ્રકારના સામાજીક કાર્યક્રમો જરૂરી બની ગયા છે. ફેસબુક અને વોટ્સએપ જેવા સોશ્યલ મીડીયાના વધુ પડતા ઉપયોગને કારણે જીવંત સંપર્ક ખોરવાઈ ગયો છે. તો નીતાબેન વોરાએ એવું જણાવ્યું હતું કે, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો તે સફળતાપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે આથી તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. કાર્યક્રમમાં અનિલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...