તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં સેલ્ફ ડેવલોપમેન્ટ વિષય પર વ્યાખ્યાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડનાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતુ

બાહ્ય વ્યકિતત્વ વિકાસ આંતરીક વ્યકિતત્વ વિકાસ પર આધારીત

પોરબંદરમાંરોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા નવઝરભાઈ વાડીયાની સ્મૃતિમાં સેલ્ફ ડેવલોપમેન્ટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. જીજ્ઞેશ પ્રશ્નાણી દ્વારા સેલ્ફ ડેવલોપમેન્ટ ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેઓએ એવું જણાવ્યું હતું કે, બાહ્ય વ્યક્તિત્વ વિકાસ સંપૂર્ણપણે આંતરિક વ્યક્તિત્વ વિકાસ પર આધારીત છે તેમજ વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી શાળામાં અભ્યાસ કરતા ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે શાળાના પ્રિન્સીપાલ તેમજ વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રોટરી ક્લબના કેયુર જોષી, જિજ્ઞેષ લાખાણી, અશ્વિનભાઈ સવજાણી, યોગેશભાઈ સીમરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...