તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકીને જન્મ આપતાં પતિએ પત્નીને કાઢી મૂકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરમાંબેટી બચાવો-બેટી પઢાવોના ઉદેશ સાથે કાર્યક્રમો ચલાવી રહ્યા છે અને દેશની દીકરીઓ આજે વિશ્વમાં પણ નામ રાખી રહી છે ત્યારે દ્વારકાના ટીવી સ્ટેશનમાં રહેતી શીતલબેન જોની રાઠોડ નામની પરિણીતાને બાળકીનો જન્મ આપતા તેના પતિ જાનીભાઈએ તેને ઘર બહાર કાઢી મૂકી છે. ત્રણ વર્ષના લગ્નના સમયગાળામાં દારૂ પીને અવારનવાર માર મારી અને ‘તારા બાપાના ઘરેથી કાંઈ લાવી નથી’ તેવા મેણાંટોણાં પણ મારતો. શિંગડા ગામની શીતલબેનના લગ્ન દ્વારકાના જાની રાઠોડ સાથે થયા હતા. ત્રણ વર્ષના લગ્નગાળામાં એક દીકરો છે પરંતુ જાની ત્રણ વર્ષમાં દારૂ પી, જુગાર રમી, અવારનવાર માર મારતો અને ‘તારા બાપાના ઘરેથી કાંઈ લાવી નથી’ તેવા મેણાંટોણાં પણ મારતો. જ્યારે શીતલબેને એક દીકરીને જન્મ આપતા જાનીએ માર મારી ઘર બહાર કાઢી મૂકી હતી અને જાનીભાઈની દાદીએ તેમને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. અંગે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સરકાર બેટી બચાવો, બેટી વધાવોનો સંકલ્પ લેવાડવી રહી છે તેવા સમયે પોરબંદરમાં બાળકીએ જન્મ અાપતાની સાથે પતિએ પત્નીને ઘર બહાર કાઢી મૂકતા ફીટકારની લાગણી જોવા મળી હતી.

લગ્નના 3 વર્ષમાં પતિ દારૂ પી માર મારતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો