તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • કુતિયાણા તાલુકામાં મુંડાના કારણે મગફળીનો પાક નિષ્ફળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા તાલુકામાં મુંડાના કારણે મગફળીનો પાક નિષ્ફળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાઅને રાણાવાવ પંથકમાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. બાબતે કુતિયાણા તાલુકાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે અને મગફળીના પાકમાં ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરી હતી.

કુતિયાણા તાલુકામાં ખેડૂતોએ કપાસના પાકમાં લીલી ઈયળ આવતાં ચાલુ વર્ષે પંથકના ખેડૂતોએ કપાસના પાકને તિલાંજલી આપી અને મોટા પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે. ત્યારે મગફળીના પાકમાં પણ મુંડાનો ઉપદ્રવ વધ્યો છે જેથી ખેડૂતો મુંડાનો ઉપદ્રવ વધવા ઉપર અંકુશ લાવવા દવાઓ છાંટી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે મગફળીના પાકમાં પંથકના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડશે. વિસ્તારમાં માત્ર ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ ખેડૂતોને મુંડાના રોગચાળાથી અતિશય નુકસાન થયેલ હોવાથી કુતિયાણા તાલુકાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. ઉપરાંત મુંડાના રોગચાળાના ફોર્મ ખેડૂત ભાઈઓને મેળવવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજાના કાર્યાલય, હરીઓમ હોટલ પાસેથી મેળવવા જણાવ્યું હતું.

ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતોને વળતર ચૂકવવા માટે રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો