તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ગણેશ વિસર્જનને લઈ પોરબંદર પાલિકા દ્વારા રેસ્ક્યુ ટીમ તૈનાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ વિસર્જનને લઈ પોરબંદર પાલિકા દ્વારા રેસ્ક્યુ ટીમ તૈનાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં વિવિધ મંડળો, ધાર્મિક સંસ્થાઓ સહિત ઘરેઘરે ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારથી ગણેશ વિસર્જન હોય તેને લઈ નગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે દુર્ઘટના બને માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે 14 રેસક્યુ ટીમ બે બોટ સહિતની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર શહેરમાં ઉમંગ ઉત્સાહથી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. મોટાભાગના લોકો પાંચમાં દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે તેથી શુક્રવાર દરમિયાન ગણેશ વિસર્જન માટે ચોપાટી પર હજારોની સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે ઉમટી પડશે. અગાઉના વર્ષોમાં પણ વિસર્જન સમયે લોકો તણાઈ જવાની ઘટનાઓ બની છે. ત્યારે વર્ષે નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે ગણેશ વિસર્જન સમયે રેસક્યુ ટીમ તૈનાત રાખવામાં આવશે જેમાં 14 રેસક્યુ ટીમ, 2 બોટ ઉપરાંત ચોપાટી ખાતે લાઈટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશ વિસર્જન સમયે ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ દ્વારા પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દરવર્ષે ગણેશ વિસર્જન સમયે ચોપાટી ખાતે ચાંપતો બંદોબસ્ત અને કોઇ અઘટીત ઘટના બને તે માટે પાલિકા દ્વારા પૂર્વ તૈયારીનાં ભાગરૂપે રેસ્કયુ ટીમ તૈનાત કરવામાં આવે છે.

ચોપાટી ખાતે કોઈ દુર્ઘટના બને માટે 14 રેસક્યુ ટીમ, 2 બોટની પૂર્વ તૈયારી : પોલીસ બંદોબસ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો