તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ચોપાટી પાસે ફસાયેલ બોટમાં થયેલ નુકસાનીનું વળતર આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપાટી પાસે ફસાયેલ બોટમાં થયેલ નુકસાનીનું વળતર આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં માછીમારી કરીને પરત ફરી રહેલ બોટ બંદરમાં રેતીના ભારે ભરાવાથી બહાર આવી શકે તેમ હોવાથી સમુદ્રમાં એન્કર ઉપર બોટ રાખવામાં આવેલ ત્યારે ભારે પવનથી એન્કર તૂટી જવાથી ચોપાટી પર ઘસડાઈ આવેલ. બોટમાં બહાર કાઢવાની કામગીરી થતાં લાખો રૂપીયાનું નુકસાન થયું છે જેથી માછીમાર બોટ એસો. ના પ્રમુખ ભરતભાઈ મોદી તેમજ ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલે મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરી બોટમાં થયેલ નુકસાનીનું વળતર આપવા માંગ કરવામાં આવી હતી.

પોરબંદર શહેરમાં માછીમારી કરીને પરત ફરી રહેલ ‘ક્રિષ્નાજ્યોત’ નામની બોટ દરિયામાં ઓચીંતુ પાણી ભરાવાથી તાત્કાલીક બંદર પર લવાયેલ પરંતુ રાત્રીના સમયે રેતીના ભારે ભરાવાથી બંદરમાં જઈ શકે તેમ હતી. ત્યારે સમુદ્રમાં એન્કર ઉપર બોટ રાખવામાં આવેલ ત્યારે અચાનક એન્કર તૂટી જવાથી પાણીની બેગમાં ચોપાટી ખાતે ઘસડાઈ આવી હતી અને ચોપાટી પાસે અણીદાર ખડકમાં ફસાતા બે ક્રેઈનો દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ક્રેઈન તૂટતાં ક્રેઈન સહિત બોટમાં લાખો રૂપીયાનું નુકસાન થયું છે તેવા સમયે બોટ એસો. ના પ્રમુખ ભરત મોદી દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરી માછીમારોને કપરી પરિસ્થિતીમાંથી બચાવવા વળતર ચૂકવવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટ ભેખડ સાથે અથડાવાને કારણે ભારે ક્ષતિગ્રસ્ત થઈ છે જેને કારણે બોટમાલિક આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. કરજ કરીને તેમણે બોટ બનાવી છે માછીમાર આર્થિક રીતે ભાંગી પડે તે માટે સરકાર તાત્કાલીક સહાય ચૂકવે તેમ પણ ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલે જણાવ્યું હતું. વારંવાર ડ્રેજીંગ થવાનાં કારણે બોટ ફસાઇ જતી હોવાથી અને નુકસાન થતું હોવાથી વળતર આપવા માંગ કરાઇ હતી.

બોટ એસો. ના પ્રમુખ દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રીને કરાઈ રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો