તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચાપત કેસમાં આચાર્ય 4 દિ\' સુધી પોલીસ કસ્ટડીમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંનવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલીત નવયુગ વિદ્યાલયના પ્રિન્સીપાલ સામે થોડા દિવસો પૂર્વે સરકારી નાણાંની ઉચાપત કરવા અંગેની ફરીયાદ નોંધાઈ હતી. કેસમાં પ્રિન્સીપાલે આગોતરા જામીન મેળવી લીધા હતા પરંતુ પોલીસે પોરબંદરની કોર્ટમાં તપાસના કામે આરોપીની પુછપરછ જરૂરી હોવાનું જણાવતાં અદાલતે 4 દિવસની પોલીસ કસ્ટડી આપી હોવાનું જાણવા મળે છે. નવયુગ વિદ્યાલયના પ્રિન્સીપાલ તુષારભાઈ પુરોહિત સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સંસ્થાના સભ્ય અરજનભાઈ ખિસ્તરીયાએ કોમ્પ્યુટરના ફી ના પૈસાની ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે પ્રિન્સીપાલ તુષારભાઈ પુરોહિતે પોરબંદરની કોર્ટમાં આગોતરા જામીન મેળવી લીધા હતા. પરંતુ કમલાબાગ પોલીસે ઉચાપતના કેસમાં આરોપી પ્રિન્સીપાલની તપાસના કામે પુછપરછ જરૂરી હોય તે અંગેના મુદ્દાઓ રજૂ કરતાં અદાલતે આજે પ્રિન્સીપાલ તુષાર પુરોહિતના 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

સવારે 9 થી 6 દરમિયાન પુછપરછ કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો