તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • સુરક્ષાને ધ્યાને રાખી પાક.કબ્જાની 6 બોટના રજીસ્ટ્રેશન રદ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષાને ધ્યાને રાખી પાક.કબ્જાની 6 બોટના રજીસ્ટ્રેશન રદ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનમરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને એજન્સીના અપહરણ કરી જવામાં આવે છે. પાકિસ્તાનમાં કેદ ભારતીય બોટોના રજીસ્ટ્રેશન અને લાયસન્સ અવારનવાર રદ કરી દેવામાં આવે છે. પાકિસ્તાનમાં કેદ પોરબંદરની 6 બોટોના રજીસ્ટ્રેશન અને લાયસન્સ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને રદ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલી ભારતીય બોટોને પાકિસ્તાનના જુદા-જુદા બંદરો ખાતે લઈ જવામાં આવે છે. દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં ભારતીય બોટોનો ઉપયોગ થાય તે માટે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આવી બોટોના રજીસ્ટ્રેશન અને લાયસન્સ રદ કરી દેવામાં આવે છે. પાકિસ્તાનમાં કેદ રહેલી પોરબંદરની 6 બોટોના લાયસન્સ અને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે.

મર્ચન્ટ શીપ એક્ટની કલમ 435 (પી) અન્વયે મત્સ્યોદ્યોગ નિયામકને મળેલી સત્તાની રૂ બોટના ફિશીંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન રદ કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

મર્ચન્ટ શીપીંગની કલમ 435 (પી) અન્વયે મત્સ્યોદ્યોગનું પગલું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો