તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય જળસીમામાંથી 1 બોટ અને 6 માછીમારોના અપહરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનમરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. વર્ષે માછીમારીની સીઝન શરૂ થયાને હજુ 1 માસ જેવો સમય પણ થયો નથી ત્યાં પાકમરીને લખ્ખણ ઝળકાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જળસીમા નજીકથી આજે વહેલી સવારે ઓખાની 1 બોટ અને 6 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા છે જેને પગલે માછીમારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરની મોટાભાગની બોટો માછીમારી જખૌ નજીક માછીમારી કરવા માટે જાય છે ત્યારે ભારતીય જળસીમા નજીકથી સમયાંતરે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. આજે વહેલી સવારે ભારતીય જળસીમા નજીકથી ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી તે દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે 1 બોટ અને 6 માછીમારોના અપહરણ કરી ગયા હતા. સમાચાર આજે સૌરાષ્ટ્રના બંદરોમાં વહેતા થતાં માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. માછીમારીની સીઝનના પ્રારંભે પાકિસ્તાને ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવાનું શરૂ કર્યું છે ત્યારે અપહરણનો સીલસીલો બંધ કરવામાં આવે તેવી માંગ પણ માછીમારોએ કરી હતી.

સીઝનને 1 માસ થયો ત્યાં પાકે. ફરી લખ્ખણ ઝળકાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો