તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રેજીંગના અભાવે 7 બોટ રેતીમાં ફસાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંમત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે અને દર વર્ષે કરોડો રૂપીયાનું હુંડીયામણ સરકારને રળી આપે છે, છતાં માછીમારોના પ્રશ્નોને દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. બંદરના મુખ્ય પ્રવેશદ્વાર એવા અસ્માવતી ઘાટ પાસે છેલ્લા 4 વર્ષથી ડ્રેજીંગ કરવામાં આવ્યું નથી જેને કારણે 8 થી 10 ફૂટ રેતીના થર જામી ગયા છે જેને કારણે અવારનવાર બોટો ફસાઈ જાય છે. આજે 7 જેટલી બોટો રેતીમાં ફસાઈ જતાં તેને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી.

પોરબંદરમાં નાની-મોટી 3 થી 4 હજાર જેટલી બોટો આવેલી છે. બોટો બંદરનું મુખ્ય બારૂં ગણાતા અસ્માવતી ઘાટ પાસેથી આવક-જાવક કરે છે. અકસ્માતી ઘાટ નજીક ડ્રેજીંગ કરવામાં આવ્યું નથી જેને કારણે રેતીના થર જામી ગયા છે જ્યારે ઓટ હોય તેવા સમયે બોટને અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે. ગઈકાલે એક બોટ રેતીના કારણે બંદરમાં પ્રવેશી શકી હતી અને દરિયાના મોજાના કારણે છેક ચોપાટી નજીકના વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં ભેખડમાં ફસાઈ જતાં બોટ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે.

ઉપરાંત અવારનવાર બોટો રેતીમાં ફસાઈ જતી હોય જેને કારણે બોટને નુકસાન પહોંચે છે અને બોટમાલિકને આર્થિક ફટકો પણ પડે છે. આજે સવારે બંદરમાં પ્રવેશી રહેલી 7 જેટલી બોટો રેતીમાં ફસાઈ હતી. અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં માછીમારો અન્ય બોટ લઈને દોડી ગયા હતા અને મહામુસીબતે બોટને બહાર કાઢી હતી. ડ્રેજીંગ કરવા માટે અવારનવાર બોટ એસોસીએશન અને ખારવાસમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં જવાબદાર તંત્ર દ્વારા ડ્રેજીંગ કરવામાં આવશે તેવા માત્ર આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે. હવે તો માછીમારોની ધીરજ પણ ખૂટી છે ત્યારે તાત્કાલીક અસરથી અસ્માવતી ઘાટ સહિતના વિસ્તારોમાં ડ્રેજીંગ કરવામાં આવે અને માછીમારોની મુશ્કેલી દૂર થાય તેવી માંગ ઉઠી છે.

બોટ ફસાઇ જતાં મહામહેનતે બહાર કઢાઇ હતી. તસ્વીર- કે. કે. સામાણી

બોટ કાઢવામાં માછીમારોને મુશ્કેલી

પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક છેલ્લા 4 વર્ષથી ડ્રેજીંગ નહીં થતાં 8 થી 10 ફૂટ રેતીના થર જામી ગયા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો