1.82 કરોડની પુરાંતવાળું બજેટ અઢી મિનીટમાં મંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકાનું વર્ષ 17-18 નું અંદાજપત્ર એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન ડો. ચેતનાબેન તિવારીએ સામાન્ય સભામાં રજુ કર્યું હતું જેમાં સંભવિત સિલક સહિતનું કુલ (રેવન્યુ તથા ગ્રાન્ટ ઉપજ-કેપીટલ ઉપજ) સહિત 3,39,95,66,254 અને કુલ ખર્ચ (રેવન્યુ તથા ગ્રાન્ટ ઉપજ-કેપીટલ ઉપજ) 3,38,13,82,654 ની જોગવાઈ સાથે બંધ સિલક 75,000 સહિત રૂા. 1,82,58,640 ની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. બજેટ બિનજરૂરી ખર્ચા ઉપર કાપ મૂકીને રજૂ કરવામાં આવ્યું હતું.

પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદીની ઉપસ્થિતિમાં રજુ કરાયેલા વિકાસલક્ષી બજેટમાં વર્ષે મુખ્ય જાહેર રસ્તાઓના રીફેસીંગના કામો માટે 35 કરોડ તેમજ કર્લી રિવરફ્રન્ટ બનાવવા માટે વધુ 5 કરોડ તેમજ રેલ્વે ઓવરબ્રીજ માટે 17 કરોડ 36 લાખ જેવી રકમ મંજુર કરવામાં આવી છે ઉપરાંત બિરલા હોલની સામેના રસ્તા પર સીસી રોડ માટે પણ 1 કરોડ 95 લાખ મંજુર કરવામાં આવ્યા છે. બજેટમાં નવા કોઈ કરવેરા લાદવામાં આવ્યા નથી. એક રીતે વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં જાહેર રસ્તાઓ, પીવાના પાણીને લગતા કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કર્મીઓ પગારથી વંચિત, બજેટમાં મોટી વાતો

પાલિકાનાશાસકો બજેટને વિકાસલક્ષી હોવાનું જણાવી રહ્યા છે. કરોડો રૂપીયાની પુરાંત હોવા છતાં પાલિકાના કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો છેલ્લા 3 માસથી પગારથી વંચીત છે ત્યારે પાલિકાના શાસકો બજેટમાં કરોડો રૂપીયાના વિકાસની વાતો કરી રહ્યા છે.

જૂના બજેટમાં લેવાયેલા કામો ફરી રીપીટ થયા

પોરબંદરનગરપાલિકાનું આજે વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કર્લી રિવરફ્રન્ટ, રેલ્વે ઓવરબ્રીજ અને બિરલા હોલની સામેના રસ્તા માટે ખાસ ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. ત્રણેય કામો માટે ગત વર્ષે પણ ખાસ ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી તેમ છતાં હજુપણ કામગીરીનો પ્રારંભ થયો નથી.

કર્લી રિવરફ્રન્ટ અને ઓવરબ્રીજ માટે રૂા. 23 કરોડની રકમ, સિલક સહિત 3,39,95,66,254 અને કુલ ખર્ચ 3,38,13,82,654

અન્ય સમાચારો પણ છે...