• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • મુખ્યમંત્રીની ઘી તુલા કરાયેલ ઘી માંથી 400 કિલો સુખડી તૈયાર કરાઈ

મુખ્યમંત્રીની ઘી તુલા કરાયેલ ઘી માંથી 400 કિલો સુખડી તૈયાર કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવતાલુકાની આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રીની ઘી તુલા કરવામાં આવી હતી અને ઘીમાંથી સુખડી તૈયાર કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લા રબારી સમાજ દ્વારા આયોજીત સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઘી-તુલા કરવામાં આવી હતી. 75 કિલો ઘી માંથી 400 કિલો સુખડી બનાવવામાં આવી હતી. રાણાવાવની 105 આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. કચેરી ખાતે આયોજીત સુખડી વિતરણના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નાનજીભાઈ કરથીયા તેમજ રબારી સમાજના અગ્રણી ગોગનભાઈ મોરી અને રણમલભાઈ ભેડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ ઉપરાંત કુતિયાણા તાલુકાની 109 આંગણવાડીમાં 200 કિલો સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તે માટે રબારી સમાજ દ્વારા સુખડી વિતરણ કરવામાં આવ્યું હતું.

આંગણવાડીનાં બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું તસ્વીર: નિકુંજ ચૌહાણ

રાણાવાવની 105 આંગણવાડીના બાળકોને સુખડીનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...