• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાં મતદારયાદી સુધારણા સહિતની કામગીરી 11 થી 6 વાગ્યા સુધી હાથ ધરાશે

જિલ્લામાં મતદારયાદી સુધારણા સહિતની કામગીરી 11 થી 6 વાગ્યા સુધી હાથ ધરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધાવવા, કમી કરવા, સુધારો કરવા તથા સ્થાન ફેરબદલી કરાય છે.

પોરબંદર જિલ્લામાં ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ તા. 1 જાન્યુઆરીની લાયકાતની તારીખથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયો છે ત્યારે મતદાર યાદી સુધારણા અંતર્ગત મતદારો દ્વારા નામ નોંધાવવા, કમી કરવા, સુધારો કરવા તથા સ્થાનફેર બદલી કરવા માટે નિયત નમુનાના ફોર્મ નં. 6,7,8 અને 8 (ક) ની અરજીઓ સબંધીત મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવતા ફોર્મ બી.એલ.ઓ. મારફત સ્વીકારાશે.

ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા મામલતદાર કચેરીએ સવારે 11 વાગ્યેથી સાંજના 6 વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા ફોર્મ સ્વીકારાશે તેવું જણાવાયું હતું.

મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા સ્વીકારાતા ફોર્મ બી.એલ.ઓ. મારફત સ્વીકારાશે

અન્ય સમાચારો પણ છે...