4 વર્ષથી ગટરનું કામ ધીમી- ગતિએ ચાલતું હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરશહેરમાં વોર્ડ નંબર ના તમામ વિસ્તારમાં ભૂગર્ભગટરમાં બનાવાયેલ કુંડીઓ તૂટી ગઈ છે. બાબતે કોંગ્રેસના દેવશીભાઈ પરમારે રજૂઆત કરી તૂટી ગયેલ કુંડીનો સર્વે કરી મરામત કરાવવા માંગ કરી હતી.

ભૂગર્ભગટરનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પાલિકાના વોર્ડ નં. 4 ના તમામ વિસ્તારમાં ભૂગર્ભગટર સાથે બનાવેલી કુંડીઓ જર્જરીત હાલતમાં છે. લેવલ પ્રમાણે નાખવામાં આવેલ નથી તેમજ અમુક જગ્યાએ તો કુંડીઓ પાણીના પાઈપલાઈનની ઉપર નાખવામાં આવેલ છે જેથી પીવાનું પાણી અને ગટરનું પાણી એક થઈ જવાના કારણે પીવાનું પાણી દૂષિત થશે તેવું જણાવ્યું હતું. વોર્ડ નં. 4 માં ભૂગર્ભગટરની કુંડીઓ તૂટી જતાં કોંગ્રેસના દેવશીભાઈ પરમારે રજૂઆત કરી હતી અને તૂટી ગયેલ કુંડીનો સર્વે કરી સમારકામ માટે માંગ કરી છે.

કુંડીનો સર્વે કરી મરામત કરાવવા કોંગ્રેસની માંગ

અન્ય સમાચારો પણ છે...