• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાણાવાવના ડૈયર ગામે આવેલા ચેકડેમમાંથી કાંપ કાઢવા રજૂઆત

રાણાવાવના ડૈયર ગામે આવેલા ચેકડેમમાંથી કાંપ કાઢવા રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવતાલુકાના ડૈયર ગામે આવેલ ચેકડેમ કાંપથી ભરાઈ ગયો છે, જેથી કુતિયાણાના ધારાસભ્યએ સિંચાઈ વિભાગના મંત્રીને રજૂઆત કરી કાંપ કાઢવા માંગ કરી હતી.

રાણાવાવ તાલુકાના ડૈયર ગામે રાજાશાહી વખતનો ચેકડેમ આવેલ છે. ચોમાસા દરમિયાન વધુ પ્રમાણમાં વરસાદના પાણી સાથે કાંપ આવતો હોય છે જેથી હાલ ચેકડેમ બુરાઈ ગયો છે. જો ચેકડેમને ઉંડો ઉતારવામાં આવે અને કાંપ કાઢી નાખવાથી વિસ્તારના ખેડૂતોને પીવાના પાણીનો તેમજ સિંચાઈનો લાભ મળી શકે છે. બાબતે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજાએ સિંચાઈ વિભાગના મંત્રી નાનુભાઈ વાનાણીને રજૂઆત કરી હતી અને ડૈયર ગામના ચેકડેમમાંથી કાંપ કાઢવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાના સમયમાં ચેકડેમમાં પાણી સંગ્રહ થાય તો આસપાસના અનેક ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે.

ધારાસભ્યએ સિંચાઈ વિભાગના મંત્રીને લેખિતમાં જાણ કરી

અન્ય સમાચારો પણ છે...