તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણામાં પ્લોટ બાબતે યુવાન પર ત્રણનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનાચુનારવાસમાં યુવાને જમીન પ્લોટ લીધો હતો અને યુવાન પ્લોટની સફાઈ કરતો હતો તે દરમિયાન ત્રણ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને યુવાનને ભૂંડી ગાળો બોલી ‘આ પ્લોટ તારો નથી’ તેમ કહી ઢીકા-પાટુનો માર મારી મારી નાખવાની કોશીષ કરી હતી. કુતિયાણાના ચુનારાવાસમાં રહેતો અશોક મોહન પરમાર નામના યુવાનને નારણભાઈ પાસેથી પ્લોટ વેચાતો લેવો હોય, તે અંગે વાતચીત ચાલી રહી હતી અને યુવાન પ્લોટ જોવા માટે ચુનારવાસમાં ગયો હતો દરમિયાન પ્લોટમાં સાફ કરતો હતો ત્યારે ભાવેશ લખમણ રાઠોડ, શૈલેષ લખમણ રાઠોડ અને રવિ લખમણ રાઠોડ નામના ત્રણેય શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને યુવાનને ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી અને યુવાનનું ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશીષ પણ કરી હતી. યુવાનને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

‘આ પ્લોટ તારો નથી’ અેમ કહી મારમાર્યો

અન્ય સમાચારો પણ છે...