તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જ્યુબેલીપુલ નજીક બે બાઈક અથડાતા યુવાનને ઈજા પહોંચી

જ્યુબેલીપુલ નજીક બે બાઈક અથડાતા યુવાનને ઈજા પહોંચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાજ્યુબેલીપુલ નજીક યુવાન બાઈક લઈને આવતો હતો, તે દરમિયાન એક અજાણ્યા બાઈકચાલકે યુવાનના બાઈકને પાછળથી ઠોકર મારતા યુવાન જમીન નીચે પટકાયો હતો અને હાથ-પગમાં ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાણાવાવમાં રહેતો મનસુખ ગોવા મકવાણા નામનો યુવાન રાણાવાવથી પોરબંદર પોતાનું બાઈક લઈને આવતો હતો તે દરમિયાન જ્યુબેલી પુલ નજીક એક અજાણ્યા બાઈક ચાલકે પાછળથી યુવાનના બાઈકને ઠોકર મારતા યુવાન જમીન નીચે પટકાયો હતો અને હાથ-પગમાં ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જી અજાણ્યો બાઈકચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે અજાણ્યા બાઈકચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈકચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો

અન્ય સમાચારો પણ છે...