તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક.જેલમાંથી મુકત 77 માછીમારો વતન પહોંચ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનજેલમાંથી મુકત થયેલા 77 માછીમારો ગુરૂવારે વેરાવળ આવી પહોંચતા પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

પાકિસ્તાન સરકારે જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને મુકત કરી 10 જુલાઇએ વાઘા સરહદે 77 માછીમારોને ભારતીય સત્તાવાળાઓને સુપ્રત કરતાં ત્યાં ફિશરીઝ વિભાગનાં અધિકારીઓએ તેમનો કબજો સંભાળી વેરીફિકેશન કર્યા બાદ અમૃતસરથી ગોલ્ડન ટેમ્પલ એકસપ્રેસ ટ્રેન મારફત વડોદરા પહોંચ્યા હતાં. જયાંથી બે બસ મારફત ગુરૂવારે બપોરનાં એક વાગ્યે વેરાવળ આવી પહોંચતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતાં. સવારથી તેમનાં પરિવારજનો વેરાવળ પહોંચી ગયા હતાં. ફિશરીઝ કચેરીનાં મેદાનમાં પરિવારનાં મહિલા સહિતનાં સભ્યોએ હાર પહેરાવી કુમ-કુમ તિલક કરી આરતી ઉતારી અશ્રૃભિની આંખે આવકારતાં ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતાં. તકે આગેવાન વેલજીભાઇ મસાણી, ફિશરીઝ વિભાગે જગદીશ ટંડેલ, વિનોદ પંડયા સહિતનાં ઉપસ્થિત રહયાં હતાં.

પાક. જેલમાં હજુય 418 માછીમારો બંદીવાન છે. જયારે 989 જેટલી ફિશીંગ બોટ પણ પાકિસ્તાનનાં કબજામાં હોવાનું જાણવા મળે છે. તસ્વીર- રાજેશ ભજગોતર

કયા - કયા પંથકનાં માછીમારો આવ્યા ?

પાક.જેલમાંથીમુકત થયેલા માછીમારો પૈકી ઊનાનાં 47, કોડીનારનાં 17, દીવનાં 5, પોરબંદરનાં 1, રાજુલાનાં 1, ખાંભાનાં 1 અને યુપીનાં 5 માછીમારોનો સમાવેશ થાય છે.

પાક. જેલમાં હજુય 418 માછીમાર બંદીવાન

સ્વજનોએ મુક્ત થયેલ માછીમારોને તિલક કરી આરતી ઉતારી કર્યુ સ્વાગત, ભાવુક દ્રશ્યો સર્જાયા , પરિવારોમાં ખુશીનો માહોલ

અન્ય સમાચારો પણ છે...