પોરબંદર શહેરનાં નરસંગટેકરી રસ્તા પરનો અંધારપટ દુર થયો
પોરબંદરશહેરના નરસંગ ટેકરી નજીક રસ્તા પર અંધારપટ હોવાથી રાત્રીના વાહનો બેફામ દોડતા હોય છે જેમાં અંધારપટને લઈને કોઈ અકસ્માતનો બનાવ બને તે પહેલા ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આથી તંત્ર જાગ્યું હતું અને રસ્તા પર લાઈટો નાખવામાં આવી છે. પોરબંદરનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા નરસંગ ટેકરી નજીક 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે તેમ અમુક વાહનચાલકો બેફામ વાહનો દોડાવતા હોવાથી અકસ્માતના બનાવો પણ બન્યા છે ત્યારે નરસંગ ટેકરી નજીક રસ્તા પર તંત્રની સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી રાત્રીના અંધારપટ્ટમાં વાહનચાલકો બેફામ વાહનો દોડાવે છે. આથી અંધારપટે લઈને કોઈ અકસ્માતનો બનાવ બને તે પહેલા ‘દિવ્ય ભાસ્કર’ માં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આથી તંત્ર જાગ્યું હતું અને નરસંગ ટેકરી નજીક રસ્તા પર સ્ટ્રીટલાઈટ મૂકવામાં આવી છે.
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા તા. 15 જુનનાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અંતે તંત્રએ કામગીરી હાથ ધરી હતી.
‘દિવ્ય ભાસ્કર’ માં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું, અકસ્માતો અટકશે