• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વોકીંગ પ્લાઝામાં વૃક્ષારોપણ કરાયા બાદ ફરતે રખાયેલા બે ટ્રી ગાર્ડ ઉઠાવી ગયા

વોકીંગ પ્લાઝામાં વૃક્ષારોપણ કરાયા બાદ ફરતે રખાયેલા બે ટ્રી- ગાર્ડ ઉઠાવી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાવોકીંગ પ્લાઝામાં અસામાજીક તત્વોનો આતંક દિવસને દિવસે વધ્યો છે જેથી વૃક્ષારોપણ કરાયા બાદ ફરતે રખાયેલ બે ટ્રી-ગાર્ડ ચોરી ગયા હોવાની યોગ્ય તપાસ કરવા માંગ કરાઈ હતી.

પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ગ્રીન પોરબંદર થીમ અંતર્ગત જન્મદિવસ અને મરણ પ્રસંગે જેવા શુભ-અશુભ દિવસોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેમાં જે-તે પરિવારજનો સ્વખર્ચે ટ્રી-ગાર્ડ અને વૃક્ષો વાવે છે. આમ પક્ષી અભ્યારણ્ય પાસે વોકીંગ પ્લાઝા ખાતે વૃક્ષોનું રોપણ કરી ફરતે ટ્રી-ગાર્ડ રાખવામાં આવ્યા હતા પરંતુ કેટલાક અસામાજીક તત્વો દ્વારા ટ્રી-ગાર્ડ ચોરી જવાયા છે. બાબતે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું કે, માત્ર બર્ડ કન્ઝર્વેશન સંસ્થાના ટ્રી-ગાર્ડને ટાર્ગેટ કરી ચોરી જવાય છે અને નુકસાન પહોંચાડવામાં આવે છે જેથી તંત્ર દ્વારા વધતા-જતા આવારા તત્વો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

દેખરેખ માટે ચોકીદારની નિમણુંક કરવા માંગ ઉઠી

વોકીંગ પ્લાઝાનાં 1 કિ.મી.નાં માર્ગ પર શહેરીજનોનો સતત ઘસારો હવા છતાં તસ્કરો કળા કરી ગયા

અન્ય સમાચારો પણ છે...