જીએસટીનાં વિરોધમાં 29મીએ પોરબંદર બંધ
જીએસટીનાકાયદા સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. પોરબંદરમાં જીએસટીના કાયદાના વિરોધમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા 29મીઅે પોરબંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર જીએસટી બીલ લાવી રહી છે. જુલાઇથી તેનો અમલ થશે. પરંતુ દેશભરમાં જીએસટીનો વિરોધ ઉઠી રહ્યો છે. સરકારે કરમાં ઘટાડો કરવાની જગ્યાએ 28ટકા સુધી જીએસટી લાદી દીધો છે. માનવતા વિહોણા કાયદાથી વેપારીઓને અનેક મુશ્કેલી ઉભી થનાર હોય મુદે પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બેઠક યોજી આગામી 29 જૂને પોરબંદર બંધ એલાન કરી જીએસટીના કાયદાનો વિરોધ કરશે.